બગીચાના કુંડા કે ગ્રોબેગ માં થોડું પણ ટીપે ટીપે પાણી મળી રહે તેવો જુગાડ આપણે કરી શકીયે આપણી કોઈ પણ કોલ્ડ્રિંક્સ ની ખાલી બોટલ માં ઢાંકણામાં નાનુ કાણું પાડી તેમાં સુતરની દોરી પરોવીને તમારા પોટની માટી માં દબાવી દો તો કેશાકર્ષણના નિયમ અનુસાર થોડું થોડું પાણી માટીને મળતું રહેશે , બોટલને તળિયેથી કાપેલ રાખશો તો ફરી પાણી બોટલ માં ભરવું સહેલું પડશે
આજકાલ બજાર માં કોલ્ડ્રિંક્સની બોટલ માં ફિટ થાય તેવા ટપકનીયા પણ મળે છે જે બોટલના આંટામાં ફિટ થઇ જાય છે તેમાં એક નાનો વાલ્વ હોઈ છે જે ટીપે ટીપે પોટ કે ગ્રોબેગને પાણી આપ્યા કરશે , અમેઝોન કે રાજકોટ ગાર્ડન સેન્ટર માં તમને મળી જશે . વધુ વિગત માટે 9825229966
ગાર્ડન માટે વિવિધ પ્રકારનાં શાકભાજીના ઓર્ગનિક બીજ,દાદીમાનું બીજ, દેશી બીજ અને હોમ ગાર્ડન માટે જરૂરી પોટ મિક્સ , કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ, માઈક્રો ન્યુટ્રીયન્ટ, સીવિડ અને હોમ ગાર્ડન માટે જરૂરી સાધનો જેવા કે ગ્રોબેગ, ખુરપી, હાથમોજા, પાણી પાવાનો જારો અને ખાસ અગત્યના ગાર્ડન ટુલ્સ તમને પટેલ એગ્રો સીડ્સ, રોયલ કોમ્પલેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ, રાજકોટ 9825229966 નો સંપર્ક કરવો.
જો તમે ઓનલાઇન મંગાવા માંગતા હો તો www.growdesi.in ઉપર ઓર્ડર કરી શકો છો , ચાલો સાથે મળીને પોતાનો ખોરાક જાતે ઉગાડીયે .....
વિનકા એટલે બારમાસી , આપણે ત્યાં દેશી બારમાસીના છોડ નર્સરી માંથી મળતા હોય છે પણ હવે વિવિધ કલરના બારમાસી એટલે કે વિનકા મિક્સના બીજ મળે છે , બીજ રાઈ કરતા પણ નાના હોય છે , બારમાસી ઉનાળામાં ખુબજ ખીલી ઉઠે છે એટલે કે આપણા પ્રદેશમાં બારમાસી અગત્ય નો ફૂલ છોડ છે ,
હાઈબ્રીડ વિનકાના ફૂલ માં વિવિધ કલર આવેછે , ઘણાલોકો વિનકાને ટીલડી પણ કહે છે , ઉનાળામાં આવેલા ફૂલોમાંથી બીજ બનતા ક્યારામાં બારમાસી ના અસંખ્ય છોડ ઉગી નીકળે છે તે છોડ તમે બીજાને નાના કુંડામાં ફેરરોપણી કરી ભેટ આપીને બીજા પાસેથી લાગણી એકત્ર કરી તમારું લાગણીનું બેન્ક એકાઉન્ટ વધારી શકો છો
બારમાસી વિનકા હાયબ્રીડનું નાનું પેક મળશે પણ બીજ એકદમ જીણું હોવાથી વાવેતર માં છીછરું વાવજો વધુ વિગત માટે 9825229966 જો તમે આપણા રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક ફોલોઅર્સ હશો તો ડિસ્કાઉન્ટ મળી શકે છે
ઓર્ગેનિક મેટર એટલે ઝાડ, છોડના પાંદડા, ડાળી, ફળની છાલ અને પશુના છાણ-મૂત્ર એ જમીન માટે સેન્દ્રીય તત્વ છે તે પૂરેપૂરું સેડવીને વાપરવું જોઈએ. પોદળો સીધો નાખી શકાય નહિ , પોદળામાંથી બનેલા છાણાનો ભૂકો ચાલે જેથી તેમાં જીવાત ન થાય. લીલા પાંદડા કે લીલું ગોબર નહિ ચાલે તેને કમ્પોસ્ટીંગ કરવું જોઈએ.
બગીચામાં ઇંટો ગોઠવીને એક કમ્પોસ્ટ પીટ બનાવો તેમાં પાંદડા, કચરો વગેરે નાખો અને સડવા દયો તો સારું ખાતર મળશે, આ સડવાની પ્રક્રિયા ઝડપી બનવવા તેને ભીનો કરી તેમાં સેડાવવાના ઉપયોગી બેક્ટેરિયા નાખી ૪૫ દિવસમાં ખાતર તૈયાર કરી શકાય છે.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
કુંડામાં ભરવામાં આવતી માટીને પોટિંગ મિક્ષ કહે છે. એટલે કે આ પોટિંગ મિક્ષમાં કોકોપિટ, વર્મીકમ્પોસ્ટ, માટી, નીમ કેક પાવડર, હ્યુંમિક ગ્રેન્યુલ, સીવીડ અને સેન્દ્રીય ખાતરો સપ્રમાણમાં નાખવાના હોય છે. જેથી છોડને પુરતું પોષણ મળી રહે, આપણો ઉદ્દેશ આપણા હોમ ગાર્ડન માં શાકભાજી , ફૂલો, ભાજી , વેલાઓ ઉગે અને તેમાંથી આપણ ને આપણા ઘર માટે ઓર્ગનિક શાકભાજી મળે તે માટે પોષણ ખુબ અગત્યનું છે ,
કોકોપીટ પોરોસિટી વધારે છે ,
વર્મીકમ્પોસ્ટ પોષણ આપે છે ,
હ્યુમિક છોડના મૂળ ને વિકસવામાં મદદ કરે છે ,
સીવીડ એટલે કે દરિયાઈ શેવાળની એક ખાસ પ્રજાતિ છોડને કુદરતી આઘાત કે સ્ટ્રેસ થી બચાવે છે ,
સેન્દ્રીય તત્વો પાકને જરૂરી પોષણ આપે છે ,
માઇક્રો નુટ્રિએન્ટ છોડને અન્ય પોષણ સાથે ખાસ જરૂરી છે
આમ બધું સપ્રમાણ અને જરૂરી બધું આપવું જરૂરી છે તે યાદ રાખવું
બધાજ પોષક તત્વો, ગ્રોબેગ , સાધનો અને સલાહ આપણે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ થી મળશે , કિચન ગાર્ડનિંગ ને લગતી કોઈ પણ સમશ્યા માટે એગ્રોનોમીસ્ટ સાથે સંપર્ક કરી શકો છો .9825229966
મેરીગોલ્ડ એટલે ગલગોટા ,
આજે મેરીગોલ્ડ હાયબ્રીડ બાઝાર માં મળે છે જેના ફૂલ એક સરખા અને સુંદર હોય છે
આજે રાજકોટ ની નજીકના ખેડૂતો આફ્રિકન મેરીગોલ્ડ ની ખેતી કરે છે .
એક બે મિત્રો સાથે મળીને હાયબ્રીડ ગલગોટા બીજ ખરીદી તમારા આંગણાની શોભા વધારો
વધુ વિગત માટે 9825229966
પ્રો હોમ કિચન ગાર્ડનમાં છોડની આજુબાજુ ખુરપી વડે સમયાંતરે નિદણ (વધારાનું ઘાસ) દુર કરી ગોડ કરો
કોઈ પણ ક્યારા કે કુંડામાં કોઈ પણ વધારાનું ઘાસ રાખવું નહિ , એક કુંડામાં બે છોડ પણ રાખવા જોઈએ નહિ , રાખશો તો પોષણ ની હરીફાઈ થશે તો બને છોડ તમને ઓછા ફળ આપશે ,
મોટા ભાગે બહારથી લાવેલી માટીમાં ઘાસ અથવાતો નિંદામણ ના બીજ હોય છે તે ઉગે એટલે દૂર કરવા રાહ જોવી નહિ
જો ચુસીયા જીવાત આવતી હોય તો નીમ છાંટવું અથવા પીળા સ્ટીકી ટ્રેપ લગાડવા
માટી ને સારી બનાવવા સારું પોટ મિક્સ વાપરો
સૌથી પ્રથમ રાજકોટ કિચન ગાર્ડનીંગ ક્લબના એક્ટીવ મેમ્બર તરીકે ધન્યવાદ, જુઓ વરસાદ વધુ થયો છે, ભાદરવાની ગરમી પડવાની છે તેથી રોગ આવાની પૂરી શક્યતા છે. વાતાવરણ ભેજવાળું રહેવાથી ફૂગના રોગો આવે છે મરચીમાં સલ્ફર ૮૦ ટકાનું દ્રાવણ છાંટવાથી અથવા ગૌમૂત્ર છાંટવાથી ફાયદો થશે. રીંગણા ખુબ વધી ગયા છે કારણ કે વરસાદ નું પાણી સતત મળે છે ત્યારે વિકાસ વૃદ્ધિ થઇ જાય છે ક્યારામાં થોડો ગોડ કરી ભેજ ઘટાડવા પ્રયત્ન કરજો. છોડ ખુબ વધી ગયા હોય એટલે કે ગોઠણ સમા થી મોટા થઇ ગયા હોય તો ઉપરની ડુંખ કાપીને વધુ ડાળીઓ ફૂટે તેવું કરજો.
આપણી ક્લબના બીજા મિત્રોને પણ જો કો પ્રશ્ર્ન હોય તો જરૂર પૂછી શકે છે. Mo.
9825229966
કન્ટેનર તરીકે એટલે કે કુંડા તરીકે લાકડાનું બોક્સ, માટીનું કુંડુ, સિમેન્ટ નું કુંડુ, પ્લાસ્ટિકની ગ્રો બેગ કે શણમાંથી બનાવેલ કોથળા પણ ચાલે. તમારી પાસે રહેલું કોઈ પણ કન્ટેનર તમારા બગીચાનું સાધન થઇ શકે ,
હવે તો બજાર માં પ્લાસ્ટિકની ગ્રો બેગ મળે છે તેમાં પોટિન્ગ મિક્સ નાખી તમારા મનગમતા શાકભાજી કે ફૂલછોડ ઉછેરી શકાય ટૂંકમાં છોડ ને આધાર આપવા માટીની જરૂર છે તે કેમ ભરો છો તે તમારી મરજીની વાત છે ,
આજ કલ પ્લાસ્ટિકના મોટા ડ્રમ ને ઉભા કાપી ને મોટા આડા કુંડા લોકો બનાવે છે , મન હોય તો માળવે જવાય , આપડે તો શાકભાજી વાવી ને તેના ફળો ખાવા છે , તો ચાલો શરુ કરો હોમ ગાર્ડનિંગ, લઇ આવો ગ્રો બેગ , ભરો પોટ મિક્સ અને ઉગાડો મનગમતા શાકભાજી ......
ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર થઇ શકે છે. તેને ઘર-આંગણની ખેતી પણ કહેવાય છે.આપણે તેને કિચન ગાર્ડનિંગ કહીશુ
મકાનના કમ્પાઉન્ડમાં ઉગાડવાની શાકભાજી માટે જમીનનો પ્રકાર બહુ મહત્વની બાબત છે તેમાં ખેતરોઉ કાળી માટી લઇ શકાય . સારામાં સારી માટી લાલ માટી ગણાય છે . જોકે હવે જો પોટમીક્ષ વાપરવામાં આવે છે.જેમાં માટી સાથે વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ , પોષક તત્વો અને સેન્દ્રીય તત્વો હોયછે .
બહારથી સારી માટી લાવીને ૨૦ થી ૩૦ સે.મી. સુધી ક્યારી માં અથવા લાકડાના ખોખાં, માટીનાં મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આપણે ટામેટા, કોબીજ, ફ્લાવર, પાલખ, લેપ્યુસ, કાકડી, દુધી, ગલકાં, તુરીયા, રીંગણાં વગેરે જેવા શાકભાજી સરળતાથી ઉગાડી શકીયે .
સામાન્ય રીતે શાકભાજી ઉગાડવા માટેની જમીન પોરસ એટલી કે સમતળ, પોચી , નિતારવાળી અને ભરભરી હોવી જોઇએ.